Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Sunday prayers in Nigeria turn bloody: 3 churches attacked, more than 150 devotees kidnapped, fear spreads across the diocese

નાઈજીરિયામાં રવિવારની પ્રાર્થના બની લોહિયાળ: 3 ચર્ચ પર હુમલો કરી 150થી વધુ શ્રદ્ધાળુઓનું અપહરણ, સમગ્ર પંથકમાં ભય

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2026
લાઇવ ટીવીGoogle News
નાઈજીરિયામાં રવિવારની પ્રાર્થના બની લોહિયાળ: 3 ચર્ચ પર હુમલો કરી 150થી વધુ શ્રદ્ધાળુઓનું અપહરણ, સમગ્ર પંથકમાં ભય
સોર્સ : GSTV

World news: નાઈજીરિયાના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં ફરી એકવાર ધાર્મિક સ્થળો પર હુમલાની ભયાનક ઘટના સામે આવી છે. કડુના રાજ્યમાં બંદૂકધારીઓએ 3 અલગ-અલગ ચર્ચો પર એકસાથે હુમલો કર્યો છે, જેમાં 150થી વધુ શ્રદ્ધાળુઓને કિડનેપ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ચર્ચમાંથી 150 શ્રદ્ધાળુઓને અપહરણ કર્યા બાદ વિસ્તારમાં 
ભયનો માહોલ છે.

App Store

ચર્ચમાં પ્રાર્થના ચાલી રહી હતી ત્યારે થયો હુમલો

સૂત્રના જણાવ્યા પ્રમાણે, ઉત્તર-પશ્ચિમ નાઈજીરિયામાં 3 ચર્ચો પર એકસાથે થયેલા હુમલામાં બંદૂકધારીઓએ 150 થી વધુ શ્રદ્ધાળુઓને અગવા કર્યા છે. આ હુમલો રવિવારે કડુના રાજ્યના કાજુરુ વિસ્તારના કુરમિન વાલી સમુદાયમાં થયો હતો, જ્યારે 'ઈવેન્જેલિકલ ચર્ચ વિનિંગ ઓલ' (ECWA), 'ચેરુબિમ એન્ડ સેરાફિમ' સંપ્રદાયનું એક ચર્ચ અને એક કેથોલિક ચર્ચમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી.

177માંથી 11 પાછા આવ્યા તેમણે કહ્યું, 'ગઈકાલ સુધી 177 લોકો લાપતા હતા, અને 11 પાછા આવ્યા છે. તેથી હજુ પણ 168 લોકો લાપતા છે.' જોકે, આ મામલે કડુના રાજ્યની પોલીસે કોઈ ટિપ્પણી કરી નથી. કોઈપણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

નાઈજીરિયામાં આવી ઘટનાઓ સામાન્ય બની

જણાવી દઈએ કે નાઈજીરિયા, જે આફ્રિકાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ત્યાં હવે આવા હુમલાઓ સામાન્ય બની ગયા છે. નાઈજીરિયામાં અનેક ગેંગ છે, જે અંતરિયાળ સમુદાયો પર હુમલો કરે છે. આ હુમલાઓથી દેશનો ઉત્તરી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. બીજી તરફ, નાઈજીરિયન સરકારે દેશના વધતા સુરક્ષા સંકટને 'ખ્રિસ્તી નરસંહાર' તરીકે ગણાવવાની વાતને ફગાવી દીધી છે.

જ્યારે અમેરિકી સેનાએ બનાવ્યું હતું નિશાન ચર્ચો પરના આ પ્રકારના હુમલાઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેટલાક અમેરિકી સાંસદો દ્વારા ખ્રિસ્તીઓના ઉત્પીડનના આરોપો લગાવ્યા છે. અમેરિકી સરકારે 25 ડિસેમ્બરે સોકોતોમાં સૈન્ય હુમલા કર્યા હતા. આ વિસ્તારમાં અમેરિકા દ્વારા ઈસ્લામિક સ્ટેટ ગૃપ (ISIS)ને નિશાન બનાવવામાં આવ્યું હતું.