Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Student movement in Brazil after India-France

VIDEO: ભારત-ફ્રાન્સ બાદ બ્રાઝિલમાં વિદ્યાર્થીઓનું આંદોલન

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ફ્રાન્સ બાદ હવે બ્રાઝિલમાં પણ વિદ્યાર્થીઓનો ભારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. રાજધાનીમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે અને પ્રમુખપદના ઉમેદવાર ફ્લાવિયા બોલ્સોનારો સામે મોરચો માંડ્યો છે. વિદ્યાર્થીઓએ દેશમાં વધી રહેલી દક્ષિણપંથી વિચારધારા સામે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. પ્રમુખપદની ચૂંટણીના પ્રથમ તબક્કામાં પૂર્વ પ્રમુખ જાયર બોલ્સોનારોના પુત્ર અને દક્ષિણપંથી સેનેટર ફ્લાવિયા બોલ્સોનારોને સૌથી વધુ ૪૭ ટકા વોટ મળ્યા છે. જ્યારે વર્તમાન વામપંથી પ્રમુખ લુઇઝ ઇનાસિયો લૂલા ડા સિલ્વાને ૪૫ ટકા સમર્થન મળ્યું છે. કોઈપણ ઉમેદવારને જીતવા માટે જરૂરી ૫૦ ટકા વોટ ન મળતાં, હવે ૨૫ ઓક્ટોબરે બંને નેતાઓ વચ્ચે ફરી સીધો મુકાબલો થશે. જેમાં ફ્લાવિયા બોલ્સોનારોની જીતવાની શક્યતા વધુ જોવા મળી રહી છે.

App Store