Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Stop being a shield for terrorists': India slams China-Pakistan in UNSC

VIDEO: આતંકીઓની ઢાલ બનવાનું બંધ કરો': UNSCમાં ભારતે ચીન-પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતે એક વાર ફરી પાકિસ્તાન અને ચીનને કડક શબ્દોમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે બંને દેશો આતંકવાદીઓની ઢાલ બનવાનું બંધ કરે. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રને પોતાના સંકીર્ણ રાજકીય સ્વાર્થ સાધવાનું મંચ ન બનાવવું જોઈએ અને આતંકવાદીઓની ગ્લોબલ લિસ્ટિંગ પ્રક્રિયામાં રાજકીય હસ્તક્ષેપ બિલકુલ સહન કરવામાં આવશે નહીં.

App Store

લિસ્ટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા ભારતની માગણી

સુરક્ષા પરિષદની કાર્યપ્રણાલી પર આયોજિત એક મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ યોજના પટેલે કોઈ દેશનું નામ લીધા વિના પાકિસ્તાન અને ચીન પર પરોક્ષ પ્રહારો કર્યા હતા. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે કોઈપણ આતંકવાદીને પ્રતિબંધિત યાદીમાં ઉમેરવાની કે તેમાંથી હટાવવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને નિષ્પક્ષતા હોવી અત્યંત જરૂરી છે. તેમણે આતંકવાદ અને પ્રતિબંધો સાથે જોડાયેલા મામલાઓ જોતી સહાયક સમિતિઓની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પરિષદના આંતરિક મતભેદોના કારણે આ કમિટીઓના અધ્યક્ષોની નિમણૂક અટકેલી છે, જેનાથી આતંકવાદ વિરોધી કામગીરી પર માળખાકીય અસર પડી રહી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News