VIDEO: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, ભારત પર મોંઘવારીનો ખતરો
સોર્સ : gstv
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય પર અસર પડી રહી છે અને ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 9 સપ્ટેમ્બરે બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર અને WTI ક્રૂડ 94 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું છે. ગોલ્ડમેન સૅક્સે ચેતવણી આપી છે કે હોર્મુઝ જળમાર્ગમાં ઓઈલ ટેન્કરો પરના હુમલા ચાલુ રહેશે તો ક્રૂડના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. ક્રૂડ મોંઘું થતાં ભારતનું આયાત બિલ વધવાની સાથે પરિવહન અને કાચા માલના ખર્ચમાં વધારો થઈ શકે છે. મોંઘવારી વધે તો કંપનીઓના નફા અને શેરબજાર પર પણ દબાણ વધવાની શક્યતા છે.

