VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના પ્રવાસે પહોંચી રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓલી દરાજલી દોસ્તલિકઓર્ડરથી નવાજવામાં આવ્યા છે. પીએમ મોદીએ ઉઝબેકિસ્તાનની આઝાદીની ૩૫મી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ અને ત્યાંની જનતાને શુભેચ્છા પાઠવી હતી. આ સર્વોચ્ચ પુરસ્કાર સ્વીકારતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ સન્માન મેળવીને તેઓ અત્યંત ગૌરવ અનુભવે છે અને તેઓ આ પુરસ્કારને ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના અકબંધ અને મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધોને સમર્પિત કરે છે.

