ઈન્ડોનેશિયામાં 6.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, જાણો સુનામીના જોખમ અંગે અધિકારી શું કહ્યું?

સોર્સ : GSTV
ઈન્ડોનેશિયાની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર આજે (28 ઓક્ટોબર) પૂર્વ ઈન્ડોનેશિયામાં તનીમ્બર ટાપુઓના ઉત્તર-પશ્ચિમ દરિયાકિનારે 6.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:40 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તનીમ્બરથી લગભગ 183 કિમી ઉત્તર-પશ્ચિમ સ્થિત 185 કિમીની ઊંડાઈ છે.
સુનામીનું જોખમ નહીં
ભૂકંપ અંગે અધિકારીઓએ કહ્યું કે, આ ભૂકંપના કારણે હાલ કોઈ સુનામીનું જોખમ નથી. રિપોર્ટ મુજબ, હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બનતી રહે છે.

