Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : PM Modi-Putin's visit to Bishkek stirred up the world , Russian President makes big statement on relations with India!

VIDEO: બિશ્કેકમાં PM મોદી-પુતિનની મુલાકાતથી દુનિયાભરમાં હલચલ , રશિયન રાષ્ટ્રપતિએ ભારત સાથેના સંબંધો પર આપ્યું મોટું નિવેદન!

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વિસ્તારવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

App Store

બેઠક દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની સરાહના કરતા જણાવ્યું હતું કે, “રશિયામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાની બાબતમાં ભારત ટોચના દેશોમાં સામેલ છે. તાજેતરના વર્ષોમાં આ સંખ્યામાં સાત ગણો વધારો થયો છે અને હાલમાં આશરે 40,000 ભારતીય વિદ્યાર્થીઓ રશિયામાં શિક્ષણ મેળવી રહ્યા છે.”

તેમણે સાંસ્કૃતિક અને પર્યટન ક્ષેત્રે થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “અમે નિયમિતપણે ભારત અને રશિયાના સાંસ્કૃતિક મહોત્સવોનું આયોજન કરીએ છીએ. બંને દેશો વચ્ચે પ્રવાસીઓની અવરજવરમાં પણ સક્રિય વધારો જોવા મળ્યો છે, જેમાં 16 ટકાનો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.”

વૈશ્વિક મંચો પર બંને દેશોના તાલમેલ વિશે વાત કરતા રાષ્ટ્રપતિ પુતિને ઉમેર્યું કે, “સંયુક્ત રાષ્ટ્ર (UN), બ્રિક્સ (BRICS), જી-20 (G20) અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક અને પ્રાદેશિક પ્લેટફોર્મ પર આપણે નજીકથી સંકલન સાધીને સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આજે આપણી પાસે આપણા વિચારોનું આદાન-પ્રદાન કરવાની અને ભારત-રશિયા સંબંધોના ભાવિ વિકાસ માટે સહયોગની રૂપરેખા તૈયાર કરવાની ઉત્તમ તક છે.”