VIDEO: PM મોદીની ઈરાની રાષ્ટ્રપતિ સાથે બેઠક, બંને નેતાઓ કિર્ગિસ્તાનમાં મળ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના 26મા શિખર સંમેલનમાં હાજરી આપવા માટે કિર્ગિસ્તાન પહોંચ્યા છે.SCO સમિટમાં પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ અને સરહદ પારના જોખમો તેમજ વેપાર, ઉર્જા, પરિવહન જોડાણ અને ડિજિટલ સહયોગ પર ચર્ચા થવાની સંભાવના છે. બેઠક દરમિયાન પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર પણ ચર્ચા થવાની ધારણા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કિર્ગિસ્તાનમાં 26મા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. SCO સમિટ પહેલા, પ્રધાનમંત્રી મોદીએ બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શેહબાઝ શરીફ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સહિત અનેક પ્રભાવશાળી નેતાઓ સમિટમાં ભાગ લેવાના છે.શિખર સંમેલન પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચેની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે; પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા પછી આ તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠક છે.

