VIDEO: પાયલટ સ્મિતની યુએઈમાં સર્જરી
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં કો-પાઈલટ હમ્મામી દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલામાં કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસારક આ હુમલામાં કેપ્ટન સ્મિતને માથામાં ડિપ્રેસ્ડ ફ્રેક્ચર થયું હતું. આ ગંભીર ઈજા બાદ સાઉદી અરેબિયામાં તેમની ઈમરજન્સી સર્જરી કરીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જે બાદ તેમને વધુ સારવાર અર્થે યુએઈ શિફ્ટ કરવામાં આવ્યા છે. ડિપ્રેસ્ડ સ્કલ્પ ફ્રેક્ચર એ માથાની ખોપડીની એક ખૂબ જ ગંભીર ઈજા છે. જ્યારે માથા પર તીવ્ર પ્રહાર થાય છે ત્યારે ખોપડીનું હાડકું તૂટીને અંદર મગજ તરફ ધસી જાય છે. સામાન્ય હાડકાની સપાટી કરતાં તૂટેલો ભાગ અંદર બેસી જતો હોવાથી તેને ડિપ્રેસ્ડ ફ્રેક્ચર કહેવાય છે. આ ઈજા અત્યંત જોખમી માનવામાં આવે છે કારણ કે અંદર ધસેલું હાડકું મગજ પર દબાણ લાવે છે અથવા મગજના ટિશ્યૂને નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિમાં દર્દીને તાત્કાલિક ઈમરજન્સી તબીબી સારવાર કે જટિલ સર્જરીની જરૂર પડે છે.

