Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pilot of Gujarati origin saved plane

VIDEO: ગુજરાતી મૂળના પાઇલટે વિમાન બચાવ્યું

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઇટમાં બુધવારે કોકપિટમાં ગંભીર ઘટના બની હતી. અહેવાલો અનુસાર, વિમાનના કેપ્ટન તરીકે ભારતીય મૂળના સ્મિત મચ્છારની ઓળખ થઈ છે અને તેમના સહ-પાઇલટે કોકપિટમાં તેમના પર હુમલો કર્યો હતો. સ્મિત ગુજરાતના વતની છે. ઇઝરાયેલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સહ-પાઇલટે વિમાન પર કાબૂ મેળવવાનો અને તેને ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હોવાની તપાસ ચાલી રહી છે. ફ્લાઇટ દરમિયાન ઈમરજન્સી સ્થિતિ સર્જાતા વિમાનને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું અને ત્યાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાયદુબઈએ પણ કોકપિટમાં ઘટના બન્યાની પુષ્ટિ કરી છે અને તમામ મુસાફરો તથા ક્રૂ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.

App Store