Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarati film ‘Asambhau‘, depicting the story of the unique love of man and dog, is ready for release

VIDEO: માનવ અને શ્વાનના અનોખા પ્રેમની વાર્તા દર્શાવતી ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉ’ રિલીઝ માટે તૈયાર

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતી સિનેમામાં અનોખી વાર્તા સાથે નવી ફિલ્મ ‘અસંભાઉઉઉ’ની એન્ટ્રી થઈ રહી છે. 3 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં મનોરંજન અને કોમેડીની સાથે માણસ અને પ્રાણી વચ્ચેના લાગણીસભર સંબંધને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. મિત્ર ગઢવી, રોનક કામદાર અને તત્સત મુનશી જેવા જાણીતા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની ખાસિયત એક શ્વાન અને માણસ વચ્ચેનો અનોખો સંબંધ છે. શ્વાન બોલી શકતો નથી, પરંતુ તે મનુષ્યની દરેક લાગણીને સમજે છે. આ સુંદર ભાવનાને ફિલ્મમાં મનોરંજન અને કોમેડીના તડકા સાથે વણી લેવામાં આવી છે. નિર્માતાઓના મતે પ્રાણીઓનો પ્રેમ શબ્દોથી પર હોય છે. દર્શકોને પરિવાર સાથે જોડી રાખતી આ ભાવનાત્મક ફિલ્મ દેશ-વિદેશમાં પણ રજૂ થશે. હવે જોવું રહ્યું કે આ અનોખી કહાની દર્શકોના દિલ જીતવામાં કેટલી 'સંભવ' બને છે!

App Store