Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistan's true face exposed - mosques demolished and clerics kidnapped in its own country

પાકિસ્તાનનો અસલી ચહેરો આવ્યો સામે – પોતાના જ દેશમાં મસ્જિદો તોડીને મૌલવીઓનું કર્યું અપહરણ

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2026
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાનનો અસલી ચહેરો આવ્યો સામે – પોતાના જ દેશમાં મસ્જિદો તોડીને મૌલવીઓનું કર્યું અપહરણ
સોર્સ : gstv

ઇસ્લામાબાદ: બલુચિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા અનેક મસ્જિદો તોડવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ખુલાસો બલુચિસ્તાનની આઝાદીની લડાઇ લડી રહેલા સ્થાનિક નેતા મીર યાર બલોચ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે પાકિસ્તાનને એક આતંકવાદી દેશ પણ જાહેર કર્યો હતો.

App Store

મીર યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ હતું કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે અને હિન્દુઓ, શીખો, ખ્રિસ્તીઓ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર કરી રહ્યું છે. પોતાના જ દેશમાં લઘુમતીઓ સુરક્ષિત નથી એવામાં પાકિસ્તાનને ભારત સહિતના દેશોમાં લઘુમતીઓના અધિકારો અંગે વાત કરવાનો કોઇ જ અધિકાર નથી.  પાકિસ્તાનનું ખુદનું સૈન્ય કટ્ટરવાદીઓ, જિહાદીઓનો ઉપયોગ હિન્દુઓને દબાવવા માટે કરી રહ્યું છે. 

બલુચિસ્તાનના નેતાએ વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાને સ્વતંત્ર બલુચિસ્તાનમાં લગભગ ૪૦ મસ્જિદોનો નાશ કરી નાખ્યો છે જેમાં મસ્જિદો પર સીધા બોમ્બથી હુમલા કરવા, મસ્જિદોના સંચાલકોનું અપહરણ કરવું, કુરાન સળગાવવા જેવી જઘન્ય ઘટનાઓને પાકિસ્તાની સૈન્ય, પોલીસ અને સરકાર અંજામ આપી રહ્યા છે. 

જમ્મુ કાશ્મીરમાં સરકાર મસ્જિદો, મેનેજમેન્ટ કમિટીઓ, ઇમામો વગેરેની જાણકારી એકઠા કરવા માટે એક પ્રોફાઇલિંગ કરવામાં આવી રહી છે. જેને લઇને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા અટકચાળો કરવામાં આવ્યો હતો અને આ પ્રક્રિયાની ટીકા કરવામાં આવી હતી, જોકે હવે બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનને તેમના અત્યાચારો યાદ અપાવી રહ્યા છે અને ભારત પર કોઇ જ ખોટી ટિપ્પણી ના કરવાની સલાહ આપી રહ્યા છે.