ફરી એકવાર બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર કરાયો હુમલો, પાટા પર વિસ્ફોટ થતાં ટ્રેન માંડ માંડ બચી

ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ રવિવારે બલુચિસ્તાન પ્રાંતના નસીરાબાદ જિલ્લામાં પાટા પર થયેલા વિસ્ફોટમાં બચી ગઈ હતી. ટ્રેન સુરક્ષિત રીતે પસાર થયા પછી આ વિસ્ફોટ થયો હતો.
તાજેતરના મહિનાઓમાં આ ટ્રેનને વારંવાર નિશાન બનાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અજાણ્યા હુમલાખોરોએ જાફર એક્સપ્રેસને નિશાન બનાવવા માટે શહીદ અબ્દુલ અઝીઝ બુલ્લો વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર વિસ્ફોટકો લગાવ્યા હતા. જોકે, વિસ્ફોટ થાય તે પહેલાં ટ્રેન સુરક્ષિત રીતે પસાર થઈ ગઈ.
પોલીસે તપાસ શરૂ કરી
વિસ્ફોટ બાદ, પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. વિસ્ફોટમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે શોધ કામગીરી શરૂ કરવામાં આવી છે.
વિસ્ફોટથી ટ્રેકનો એક ભાગ નુકસાન થયું
વિસ્ફોટને કારણે ટ્રેકનો એક ભાગ નુકસાન પામ્યો, જેના કારણે ક્વેટા અને દેશના અન્ય ભાગો વચ્ચે રેલ ટ્રાફિક ખોરવાઈ ગયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝફર એક્સપ્રેસ સિંધના જેકબાબાદ પહોંચ્યા પછી પેશાવર માટેની યાત્રા ફરી શરૂ કરી.

