ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 માપવામાં આવી
પાકિસ્તાનમાં શનિવારે બપોરે 1:00 વાગ્યે ભૂકંપના(earthquake) આંચકા અનુભવાયા હતા. નેશ

પાકિસ્તાનમાં શનિવારે બપોરે 1:00 વાગ્યે ભૂકંપના(earthquake) આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. ઘણા વિસ્તારોમાં ભૂકંપના(earthquake) આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપને(earthquake) કારણે કોઈ જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. રિક્ટર સ્કેલ પર 5.8 ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમ માનવામાં આવે છે.
અહેવાલ મુજબ, શનિવારે બપોરે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ, રાવલપિંડી, અટોક, ચકવાલ અને પંજાબના અન્ય શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પંજાબ ઉપરાંત ખૈબર પખ્તુનખ્વાના પેશાવર, મરદાન, મોહમંદ અને શબકદરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇસ્લામાબાદ સ્થિત
રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય દેખરેખ કેન્દ્ર અનુસાર, ભૂકંપ બપોરે 12.31 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા 5.8 હતી અને તેની ઊંડાઈ 12 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર રાવલપિંડીના ઉત્તરપશ્ચિમમાં 60 કિલોમીટર દૂર હતું.




