લોન પર ચાલતા કંગાળ પાકિસ્તાનમાં મંત્રીઓના પગારમાં 140 ટકાનો વધારો
ઈસ્લામાબાદ: ARY ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં સંઘીય મંત્રીઓ અને રાજ્યમંત્રીઓના પગારમાં 140 ટકાથી વધુનો

ઈસ્લામાબાદ: ARY ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં સંઘીય મંત્રીઓ અને રાજ્યમંત્રીઓના પગારમાં 140 ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે, જે 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. વિગતો અનુસાર, સંઘીય મંત્રીઓનો માસિક પગાર રૂ. 2,18,000 થી વધારીને રૂ. 5,19,000 કરવામાં આવ્યો છે, જેનાથી તેમનો પગાર સંસદ સભ્યોના પગાર જેટલો થશે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ પગાર ભથ્થાં અને વિશેષાધિકાર અધિનિયમ, 1975 માં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2025 માં, વડાપ્રધાન (PM) શેહબાઝ શરીફે સાંસદો માટે પગાર વધારાને મંજૂરી આપી હતી જે 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવશે.
પગાર વધારા પછી એક સંસદ સભ્યના ખાતામાં લગભગ 519,000 રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે.
જોકે, નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિકને કોઈપણ વધારા વિના લગભગ રૂ. 2,18,000 મળતા રહેશે. તેવી જ રીતે, ડેપ્યુટી સ્પીકરના પગારમાં પણ કોઈ ફેરફાર થશે નહીં.






