VIDEO: હોર્મુઝ રૂટ પર ભારતીય નાવિકોની તૈનાતી ન કરવા આદેશ, ઈરાન-અમેરિકા જંગ વચ્ચે નવી એડવાઈઝરી
પશ્ચિમ એશિયા (West Asia) માં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વધુ ભયાનક બનતાં ખાડી વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DG Shipping) દ્વારા ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને એક મહત્વનો પરિપત્ર એટલે કે સર્ક્યુલર (circular) જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, આગામી સૂચના સુધી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોની તૈનાતી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
ખાડી વિસ્તારમાં ખતરો વધતાં DG શિપિંગ એક્શનમાં
સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલા સત્તાવાર આદેશ (official order) મુજબ, તમામ શિપ ઓનર્સ (ship owners), શિપ મેનેજર્સ અને આરપીએસએલ (RPSL) કંપનીઓને કડક સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય, ત્યાં સુધી આ જોખમી રૂટ પર ભારતીય ક્રૂ (crew) ને ન મોકલવા જણાવાયું છે. આ સાથે જ પર્સિયન ગલ્ફ (Persian Gulf) અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં હાઈ એલર્ટ (high alert) જાહેર કરીને સુરક્ષા વધારવા આદેશ અપાયો છે.
એડવાઈઝરીના મુખ્ય મુદ્દાઓ:
-
તૈનાતી પર રોક: હોર્મુઝ અને તેની આસપાસના સંવેદનશીલ જળક્ષેત્રમાંથી પસાર થતા જહાજો પર ભારતીય સીફેઅર્સ (seafarers) ની નિયુક્તિ આગામી આદેશ સુધી સ્થગિત રહેશે.
-
સુરક્ષા કોડનું પાલન: ઇન્ટરનેશનલ શિપ એન્ડ પોર્ટ ફેસિલિટી સિક્યોરિટી એટલે કે આઈએસપીએસ કોડ (ISPS Code) નું કડકાઈથી પાલન કરવું અનિવાર્ય રહેશે.
-
નિયમિત મોનિટરિંગ: દરિયાઈ ક્ષેત્રની તમામ સુરક્ષા ચેતવણીઓ અને નેવિગેશનલ વોર્નિંગ્સ (navigational warnings) પર સતત નજર રાખવામાં આવશે.
-
ઇમરજન્સી હેલ્પ: કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર (IFC-IOR) અને ડીજી કોમ્યુનિકેશન સેન્ટર (MMDAC) નો તાત્કાલિક સંપર્ક કરીને રિપોર્ટ કરવાનો રહેશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા તણાવને કારણે શિપિંગ ઈન્ડસ્ટ્રી (shipping industry) અને નાવિકોના પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ છે. જો કે, તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય નાવિકોની સુરક્ષા અને કલ્યાણ (welfare) તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને બદલાતી સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

