Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump withdraws proposal to levy 20% tariff on ships in Hormuz

VIDEO: ટ્રમ્પે હોર્મુઝમાં જહાજો પાસેથી 20% ટેરિફ વસૂલવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો, કરી નવી જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા માલવાહક જહાજો પર 20% સુરક્ષા શુલ્ક લગાવવાના પોતાના વિવાદાસ્પદ પ્રસ્તાવ પર મોટો યુ-ટર્ન લીધો છે. તેમણે આ વસૂલાતનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ‘હવે આ ફી વસૂલવાને બદલે ખાડી દેશો સાથે વ્યાપાર અને રોકાણના મોટા કરારોને પ્રાથમિકતા આપવામાં આવશે. પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે થયેલી સકારાત્મક અને ઉપયોગી વાતચીત બાદ આ પ્રસ્તાવ પડતો મૂકવામાં આવ્યો છે.’

App Store

ટ્રમ્પના અગાઉના કડક વલણથી મચી હતી સનસનાટી

આ અગાઉ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, અમેરિકા હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા કરી રહ્યું હોવાથી અન્ય સમૃદ્ધ દેશોએ તેનો બોજો ઉઠાવવો પડશે. તેમણે અમેરિકાને 'ગાર્ડિયન ઓફ ધ સ્ટ્રેઈટ' ગણાવીને દરેક કાર્ગો શિપ પર 20% ટોલ ટેક્સ લેવાનું એલાન કર્યું હતું, જેનાથી વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવવાનો ખતરો ઊભો થયો હતો. ઈરાને અમેરિકાના આ દાવાને ફગાવીને હોર્મુઝ પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનું કહી આ જળમાર્ગ બંધ કરી દીધો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ વધુ ભીષણ બન્યું હતું. અમેરિકાએ ઈરાન પર 140થી વધુ સ્થળોએ એરસ્ટ્રાઈક કરી હતી, તો ઈરાને પણ મધ્ય-પૂર્વમાં અમેરિકી લશ્કરી થાણાને નિશાન બનાવ્યા હતા.

ઈરાન-અમેરિકા જંગમાં રશિયાની એન્ટ્રી

દરમિયાન, આ યુદ્ધમાં રશિયાની એન્ટ્રી થતાં વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આદેશથી રશિયાએ તેનું અત્યાધુનિક અને પ્રલયકારી કમાન્ડ એરક્રાફ્ટ 'ટીયુ-214 પીયુ' (Tu-214PU) તહેરાન મોકલી દીધું છે. આ વિમાન પરમાણુ યુદ્ધ દરમિયાન પણ સુરક્ષિત સંચાર પ્રણાલી જાળવી રાખવા માટે સક્ષમ છે અને તેને રશિયા માટે ઉડતી કમાન્ડ પોસ્ટ માનવામાં આવે છે. આ પગલા દ્વારા મોસ્કોએ વોશિંગ્ટનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે આ જંગમાં તહેરાનને એકલું નહીં છોડે. રશિયા અને ઈરાન વચ્ચે રિયલ-ટાઈમ ઈન્ટેલિજન્સ શેરિંગ અને સંયુક્ત ઈમર્જન્સી પ્લાનિંગ પણ શરૂ થઈ ગયું છે.