VIDEO: કિમ જોંગ ઉનને મળતા પહેલા એક મહિનાની ટ્રેનિંગ!
સોર્સ : gstv
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને મળવું સામાન્ય રાજનેતા સાથે મુલાકાત જેવું નથી, એવો દાવો પૂર્વ રાજદ્વારી લી ઇલ-ગ્યુએ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ કિમ સાથે મુલાકાત કરતા લોકોને લગભગ એક મહિના સુધી ખાસ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં કિમ સામે કેવી રીતે ઊભા રહેવું, ક્યારે અને કેટલું બોલવું તથા બોડી લેંગ્વેજ કેવી રાખવી તે શીખવવામાં આવે છે. લી ઇલ-ગ્યુએ કિમ સાથે સાત વખત મુલાકાત કરી હોવાનું જણાવ્યું છે અને નાની ભૂલ પણ ગંભીર બની શકે તેવી વાત કહી છે. તેમના દાવા પ્રમાણે કિમની આસપાસની વાતચીત અને પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવામાં આવે છે.

