VIDEO: સિક્કિમમાં મતદાર યાદી માટે વર્ષ 2002ને આધાર માનવા વિરુદ્ધની જાહેરહિતની અરજી ફગાવી
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે સિક્કિમમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટે વર્ષ ૨૦૦૨ને આધાર વર્ષ તરીકે નક્કી કરવાના ચૂંટણી પંચના નિર્ણય સામેની જાહેરહિતની અરજી ફગાવી દીધી છે...જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું કે પ્રક્રિયા દરમિયાન નિયમો બદલી શકાતા નથી અને ૨૦૦૨ને સમગ્ર દેશ માટે આધાર વર્ષ બનાવાયું છે. અરજદાર NGO દ્વારા ૧૯૯૩ને બેઝ યર બનાવવાની માંગ કરાઈ હતી, જેને કોર્ટે નકારી કાઢી હતી.

