VIDEO: રશિયન સેનામાં ભરતી કરાયેલા ૨૨૭ ભારતીયોમાંથી ૫૧ના મોત, ૧૩૯ મુક્ત કરાયા
સોર્સ : gstv
રશિયન સશસ્ત્ર દળોમાં કુલ ૨૨૭ ભારતીય નાગરિકોની ભરતી કરવામાં આવી હતી, જેમાંથી ૫૧ લોકોના મોત થયા છે જ્યારે ૧૩૯ ને રજા આપવામાં આવી છે. ભારત બાકી રહેલા ભારતીય નાગરિકોની વહેલીતકે મુક્તિ અને તેમને સહીસલામત સ્વદેશ પરત લાવવા માટે મોસ્કો સાથે સતત ઉચ્ચ સ્તરીય વાટાઘાટો ચલાવી રહી છે. પ્રધાનમંત્રીની વિદેશ મુલાકાત સંદર્ભે યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં આ મહત્વપૂર્ણ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

