રશિયનો યુક્રેન પર ભીષણ હુમલો 16નાં મોત
યુક્રેનની રાજધાની કીવ અને આસપાસનાં વિસ્તારોમાં રશિયાએ અનેક હવાઇ હુમલા કર્યા હતાં. જેમાં યુક્રેનનાં ઓછામાં ઓછા ૧૬ નાગરિકોનાં મોત થયા છે. યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ વિશ્વનાં દેશોને પૈટ્રિયટ ઇન્ટરસેપ્ટર મોકલવાની અપીલ કરી છે. યુક્રેનનાં એરફોર્સે જણાવ્યું છે કે રશિયાએ સમગ્ર રાત કરેલા હુમલાઓમાં ક્રૂઝ મિસાઇલ અને ઝડપથી ઉડનારા જેટથી ચાલનારા ડ્રોન પણ સામેલ હતાં. જેના કારણે એર ડિફેન્સ પણ દબાણ વધી ગયું હતું. એરફોર્સનાં જણાવ્યા અનુસાર કીવ મુખ્ય નિશાન હતું. જો કે સમગ્ર યુક્રેનમાં ૨૮ સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હતાં. આ હુમલાઓમાં ૧૬ લોકોનાં મોત થયા છે અને ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ એક ખૂબ જ મોટો હુમલો હતો. રશિયા ઘણા સમયથી આ હુમલાની તૈયારી કરી રહ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારની બેલેસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલ અને ડ્રોન સામેલ હતાં. જેનો ઉદ્દેશ સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનું હતું.

