Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Nobel laureate scientist James Watson's name in Epstein files

એપસ્ટિન ફાઈલ્સમાં નોબલ વિજેતાનું નામ આવતા ખળભળાટ, DNA સ્ટ્રક્ચરની કરી હતી શોધ

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
એપસ્ટિન ફાઈલ્સમાં નોબલ વિજેતાનું નામ આવતા ખળભળાટ, DNA સ્ટ્રક્ચરની કરી હતી શોધ
સોર્સ : GOOGLE

અમેરિકાના ન્યાય વિભાગે એપસ્ટિન ફાઈલના કેસની એક ચોંકાવનારી તસવીર જાહેર કરી છે, જેના કારણે વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ વખતે તેમાં નોબલ વિજેતા વૈજ્ઞાનિક જેમ્સ વોટ્સનનું નામ સામે આવ્યું છે. દાવા મુજબ વોટ્સન ગુનેગાર એપસ્ટિનના ન્યૂયોર્કમાં આવેલા મહેલમાં ગયા હોવાની એક તસવીર સામે આવી છે. વોટ્સન એપસ્ટિન નેટવર્કમાં સામેલ ત્રણ યુવતિઓ સાથે હસતાં ચહેરે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. વિભાગે તસવીરમાં દેખાતી ત્રણેય યુવતિઓના ચહેરા બ્લર કરી દીધા છે.

App Store

દુનિયામાં ક્રાંતિ લાવતી શોધ કરી

જેમ્સ વોટ્સન સામાન્ય વ્યક્તિ ન હતા. તેમણે DNA સ્ટ્રક્ચર એટલે કે ડીએનએની 'ડબલ હેલિક્સ' સંરચના શોધ કરી હતી. આ માટે તેમને 1962માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ શોધ વિશ્વની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક છે, કારણ કે તેમની આ મહાન શોધથી જ વ્યક્તિની જિનેટિક્સ માહિતી જાણી શકાય છે. આ શોધ બાદ સામે આવ્યું કે, DNA એ એક લાંબી, વળેલી સીડી જેવી સંરચના છે. આ શોધથી જિનેટિક્સની દુનિયામાં ક્રાંતિ આવી છે.

એપસ્ટિન ફાઈલ્સમાં નોબલ વિજેતાનું નામ આવતા ખળભળાટ

વિશ્વમાં એપસ્ટિન ફાઈલ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે, કારણ કે તેમાં અવાર-નવાર અને લોકોના નામ સામે આવતા રહે છે. આ વખતે નોબલ વિજેતા જેમ્સ વોટ્સનનું નામ સામે આવ્યું છે, જેમનું 97 વર્ષની વયે 2025માં અવસાન થયું છે. જોકે તસવીર ક્યાંની, કંઈ તારીખની છે, તેનો કોઈ ઉલ્લેખ નથી. આ ઉપરાંત તસવીરને કોઈ ખોટું કામ કર્યું હોવાનો પુરાવો માનવામાં આવી રહ્યો નથી. પરંતુ આ તસવીરના કારણે નવો વિવાદ ઉભો થયો છે.

ટોપિક્સ:James WatsonEpstein filesgstv