મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

તિબેટમાં ડેમ તૂટતાં નેપાળમાં ફરી હાઇએલર્ટ જાહેર, 3 કલાકમાં વધુ મોટી આફતના એંધાણ!

Nepal on high alert again after dam collapses in Tibet, more major disaster in 3 hours! | નેપાળમાં ફરી એકવાર મોટી આફતના એંધાણ સર્જાયા છે. તાજેતરના અહેવાલ અનુ

તિબેટમાં ડેમ તૂટતાં નેપાળમાં ફરી હાઇએલર્ટ જાહેર, 3 કલાકમાં વધુ  મોટી આફતના એંધાણ!
આ સમાચાર સાંભળો

નેપાળમાં ફરી એકવાર મોટી આફતના એંધાણ સર્જાયા છે. તાજેતરના અહેવાલ અનુસાર શુક્રવારે એક નવું એલર્ટ જાહેર કરાયું જેમાં તિબેટ તરફથી વધુ એક ડેમ તૂટવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના બાદથી અધિકારીઓએ લોકોને સુરક્ષિત સ્થાનોએ ખસી જવા તાત્કાલિક એલર્ટ જાહેર કર્યું છે.

અત્યાર સુધી 500થી વધુના મોત

હાલમાં નેપાળમાં પહેલાથી આવેલી ફ્લેશ ફ્લડની તબાહી વચ્ચે રેસ્ક્યૂ અને રાહત કામગીરી ચાલી રહી હતી જેને હવે અટકાવવાની ફરજ પડી છે. ટીમના તમામ સભ્યોને તેમના શસ્ત્રો સામગ્રી સાથે સુરક્ષિત સ્થાનોએ પહોંચી જવા કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બુધવારે આવેલા ભયાનક પૂરને કારણે હજુ સુધી 1500થી વધુ લોકો ગુમ છે અને મોતનો આંકડો 500 ને વટાવી ચૂક્યો છે.

તાજેતરની અપડેટ પ્રમાણે નેપાળની પોલીસે એલર્ટ જાહેર કર્યું છે જેમાં તિબેટ તરફથી પાણીનું વહેણ ફરી વધી રહ્યું હોવાની જાણકારી આપવામાં આવી છે. ધડિંગ જિલ્લામાં પોલીસ સતત લોકોને સુરક્ષિત સ્થાને ખસેડી રહી છે. લોકો જરૂરી ચીજવસ્તુઓ અને ખાદ્ય સામગ્રી સાથે પર્વતોની ટોચ તરફ દોડી રહ્યા છે. લોકોને સુરક્ષિત સ્થાનોએ પહોંચી જવા અપીલ કરાઈ છે.

અઢીથી ત્રણ કલાક ભારે વીતશે

કહેવાય છે કે આ ડેમમાં 20 લાખ ઘનમીટર પાણી છે અને જો આ પાણી નીચે આવશે તો મોટી તબાહી સર્જાઈ શકે છે. જ્યારે ચીને પણ તિબેટમાં રેસ્ક્યૂ ઓપરેશન અટકાવી દીધું છે અને રેસ્ક્યૂ ટીમને 1 કિ.મી. પાછળ ખસી જવા કહેવાયું છે. રેસ્ક્યૂમાં વપરાઈ રહેલી ગાડીઓ પણ પાછી બોલાવી લેવામાં આવી છે. કહેવાય છે કે આ પાણી આગળ વધવામાં અઢીથી ત્રણ કલાકનો સમય લાગી શકે છે.

આ સમાચાર શેર કરો