VIDEO: 6 લોકોને લઈને બોસ્ટન જઈ રહેલું વિમાન ગુમ, FAA સાથે તૂટ્યો સંપર્ક
સોર્સ : gstv
બર્મુડાથી બોસ્ટન જઈ રહેલું એક વિમાન છ લોકોને લઈને શનિવારે અમેરિકાના નેનટોકેટ તટ નજીક રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયું છે. યુએસ કોસ્ટ ગાર્ડ અને ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર, ફ્લાઈટનો રાત્રે લગભગ 12 વાગ્યેને 41 મીનિટે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્ક તૂટી ગયો હતો. વિમાને વહેલી સવારે લેન્ડ કરવાનું હતું. આ વિમાનનું સંચાલન ઓન્ટારિયો સ્થિત લેટિટ્યુડ એર એમ્બ્યુલન્સ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું મનાય છે. ઘટનાને પગલે કોસ્ટ ગાર્ડે દરિયા, જમીન પર વ્યાપક સ્તરે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

