VIDEO: ઓડિશામાં ભારે વરસાદનો કહેર: નીચાણવાળા વિસ્તારોમાંથી 8,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
સોર્સ : gstv
આંધ્રપ્રદેશમાં ત્રાટકેલા ડીપ ડિપ્રેશનની અસરને કારણે ઓડિશાના દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. પૂર અને ભૂસ્ખલનની આશંકા વચ્ચે રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 8,082 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે…મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના શૂન્ય જાનહાનિના નિર્દેશો અનુસાર, પરિસ્થિતિ પર દેખરેખ રાખવા અને રાહત કાર્ય સંભાળવા ચાર વરિષ્ઠ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને પ્રભાવિત જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. ગંજામ, ગજપતિ, માલકાનગિરી, કોરાપુટ, રાયગડા અને નબરંગપુર જિલ્લાઓમાં વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે.

