Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Mexico: Indiscriminate shooting at people celebrating a party in St. John the Baptist

VIDEO: Mexicoમાં પાર્ટીની ઉજવણી કરતા લોકો પર અંધાધૂંધ ગોળીબાર, 12ના મોત , 20થી વધુ ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2025
લાઇવ ટીવીGoogle News

મેક્સિકોમાં ગોળીબારની ભયાનક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ગુઆનજુાતોમાં લોકો  ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ ઘટનામાં 12 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. આ ઘટના મેક્સિકોના હિંસાગ્રસ્ત રાજ્ય ગુઆનજુઆતોમાં બની હતી. આ રાજ્ય ગેંગ વોરથી પ્રભાવિત છે. મેક્સિકોમાં શેરી હિંસાનો ભયાનક ઇતિહાસ છે. આ ઘટના ગુઆનજુઆતોના ઇરાપુઆતો શહેરમાં બની હતી.

App Store

 સેન્ટ જોન ધ બાપ્ટિસ્ટના માનમાં નાચતા હતા

આ હુમલો ત્યારે થયો જ્યારે સ્થાનિક લોકો સેન્ટ જોન ધ બાપ્ટિસ્ટના માનમાં નાચતા અને દારૂ પીતા હતા. એક વીડિયોમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી, જેમાં દેખાય છે કે  ગોળીબાર શરૂ થયા પછી ગભરાયેલા લોકો દોડી રહ્યા છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિએ હુમલાની કરી નીંદા

લોકો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આમાં છોકરીઓ અને છોકરાઓ એક શેરીમાં નાચી રહ્યા છે. ચારે બાજુ મસ્તીનો માહોલ છે.ઇરાપુઆટોના અધિકારી રોડોલ્ફો ગેમેઝ સર્વાન્ટેસએ પુષ્ટિ આપી છે કે મૃત્યુઆંક 12 થયો છે, જ્યારે લગભગ 20 અન્ય ઘાયલ થયા છે.મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે આ હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે. ગયા મહિને ગુઆનાજુઆટોમાં થયેલી આવી જ દુર્ઘટના પછી આ ઘટના બની છે, જ્યારે સાન બાર્ટોલો ડી બેરિઓસમાં કેથોલિક ચર્ચના કાર્યક્રમ દરમિયાન સાત લોકો માર્યા ગયા હતા.

ટોપિક્સ:mexicoworldgstv