નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં જનઆંદોલન, ચીન સમર્થક સરકારનો વિરોધ
Nepal Protest: નેપાળની રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની

Nepal Protest: નેપાળની રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની જનમેદની જોઇને લાગી રહ્યું છે કે, નેપાળની જનતા સરકારથી ત્રાસી ગઇ છે.
નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીને ચીન તરફી માનવામાં આવે છે. તેમના કાર્યકાળમાં જ નેપાળે ભારત સાથેના વર્ષો જૂના સંબંધોને નજરઅંદાજ કરીને ચીન સાથે વેપાર શરૂ કર્યો હતો. ચીનની દખલગીરીને કારણે જ નેપાળમાં ગઠબંધનની ખીચડી સરકાર ચાલી રહી છે.આજે નેપાળની જનતા કે જે હિન્દુત્ત્વ,રાજાશાહી અને ભારત સાથેના સંબંધોને મહત્ત્વપૂર્ણ માને છે કે તે ઠગાઇ રહી હોવાનું અનુભવી રહી છે. નેપાળમાં 1991ની સાલમાં રાજાના માર્ગદર્શન હેઠળ કામ કરતી સરકારોને લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારબાદ, 2008માં રાજાશાહીને હટાવી દેવામાં આવી હતી.
જ્ઞાનેન્દ્ર બિર બિક્રમ શાહ નેપાળના છેલ્લા રાજા
જ્ઞાનેન્દ્ર બીર બિક્રમ શાહ દેવ નેપાળના છેલ્લા રાજા હતા. 1991થી 34 વર્ષના સમયગાળામાં નેપાળમાં સ્થિર સરકાર આવી નથી. આ ઉપરાંત સરકારના ઠાલા વચનોએ આગમાં ઘીનું કામ કર્યું છે. નેપાળની જનતા હવે હિન્દુ રાજાના હાથમાં સત્તા સોંપવા માંગે છે.






