Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Major change in US visa rules: Children of all ages are now required to attend the interview

VIDEO: યુએસ વિઝા નિયમમાં મોટો ફેરફાર: હવે તમામ વયના બાળકોએ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું ફરજિયાત

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જો તમે તમારા પરિવાર સાથે અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છો અને બાળકોના વિઝાની અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો, તો આ મહત્ત્વપૂર્ણ અપડેટ તમારા માટે છે. સામાન્ય રીતે ઘણા વાલીઓ એવું માનતા હોય છે કે નાના બાળકો કે શિશુઓને વિઝા ઇન્ટરવ્યૂમાં લઈ જવાની જરૂર હોતી નથી, પરંતુ યુએસ એમ્બેસીએ આ માન્યતા અંગે અત્યંત મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. હવે ઉંમર ભલે ગમે તે હોય, દરેક સગીર અરજદારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવું અનિવાર્ય રહેશે. ભારત ખાતેની યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X  પર પોતાના વિઝા ફ્રાઈડે વીડિયો સેશન દ્વારા આ અંગે સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યો છે. અત્યાર સુધી સામાન્ય રીતે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇન્ટરવ્યૂ માફીની જોગવાઈ ઉપલબ્ધ હતી. ખાસ કરીને જે માતા-પિતા બંને પાસે પહેલેથી જ માન્ય યુએસ વિઝા હોય તેમના બાળકોના માત્ર દસ્તાવેજો સબમિટ કરીને વિઝા મેળવી શકતા હતા. યુએસ એમ્બેસીના અધિકારીઓએ જણાવ્યૂં છે કે વિઝા પ્રક્રિયામાં કોન્સ્યુલર ઇન્ટરવ્યૂ એ અત્યંત સંવેદનશીલ અને પાયાનો ભાગ છે.

App Store