VIDEO: NEWS AFTERNOON / અદાણી સામેના આરોપો યુએસ કોર્ટે ફગાવ્યા, કેજરીવાલનો સીજેપી અંગે મોટો ખુલાસો મુંબઈ પાસે પાલઘરમાં ભૂકંપ
‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર US નેવીનું નિયંત્રણ’: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર હવે સંપૂર્ણ અમેરિકી નૌસેનાનું નિયંત્રણ છે. તેમણે ઈરાનની યુદ્ધ વળતરની માંગ ફગાવી ઉલટાનું ઈરાન પાસેથી જ અમેરિકી સૈનિકો અને પીડિતો માટે ભારે વળતર લેવાની જાહેરાત કરી છે.
અદાણી સામેના આરોપો યુએસ કોર્ટે ફગાવ્યા
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના ગુનાહિત આરોપો યુએસ કોર્ટે ફગાવ્યા છે. ન્યૂયોર્કના ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગારૌફિસે ફેડરલ પ્રોસિક્યુટર્સને આરોપો પાછા ખેંચવાની મંજૂરી આપતાં કેસ બંધ કર્યો. DoJએ સ્વીકાર્યું કે કેસ કાયદાકીય રીતે નબળો અને અમેરિકાના અધિકારક્ષેત્ર બહારનો હતો. આ નિર્ણયથી અદાણી ગ્રુપને વૈશ્વિક સ્તરે મોટી રાહત મળી છે.
કેજરીવાલનો CJP અંગે મોટો ખુલાસો
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વીકાર્યું છે કે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ પહેલા 'આપ'માં હતા. તેમણે આપને એક ટ્રેનિંગ એકેડેમી ગણાવી હતી. કેજરીવાલે ઉમેર્યું કે મૂળ મુદ્દો નીટ (NEET) પેપર લીકનો છે.
મુંબઈ પાસે પાલઘરમાં ભૂકંપ
મુંબઈ નજીક આવેલા પાલઘર જિલ્લામાં ૩.૨ અને ૩.૪ ની તીવ્રતાના ભૂકંપના સતત બે આંચકા અનુભવાયા હતા. જવાહર તાલુકામાં જમીનથી પાંચ કિલોમીટર ઊંડાઈએ તેનું કેન્દ્રબિંદુ હતું. આ બનાવમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
વરસાદનો નવો રાઉન્ડ શરૂ
અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સવારે ત્રણ કલાકમાં સરેરાશ ૦.૪૧ ઇંચ વરસાદ પડતાં વાસણા બેરેજના ૩ દરવાજા એક-એક ફૂટ ખોલાયા છે. આજે અરવલ્લી, પંચમહાલ સહિત ૫ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ છે.
લાજપોર જેલમાં સુરક્ષામાં મોટી ચૂક
સુરતની લાજપોર જેલમાં પ્રતિબંધિત વિસ્તારમાં સોશિયલ મીડિયા રીલ બનાવવાનો વીડિયો વાયરલ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. ગંભીર ગુનાઓ વચ્ચે જેલ તંત્રની આવી બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે સમગ્ર પ્રશાસનમાં ભારે ચર્ચા જાગી છે.
રાજકોટમાં રસ્તાના પ્રશ્ને રાજકારણ ગરમાયું
રાજકોટમાં પરાપીપળીયા પાટિયાથી AIIMS સુધીનો રસ્તો બિસ્માર હોવાથી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નાગદાન ચાવડાએ માર્ગ-મકાન વિભાગને પત્ર લખ્યો છે. ૧૩ તારીખ સુધીમાં રસ્તો નહીં બને તો ખંડેરી અને પરાપીપળીયાના લોકો સાથે મળીને 'રસ્તો રોકો' આંદોલન કરવાની ચીમકી આપી છે.

