Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Another blow to inflation, Adani CNG hiked by Rs 2 per kg

VIDEO: મોંઘવારીનો વધુ એક માર, અદાણી CNGમાં પ્રતિ કિલો બે રૂપિયા વધ્યા, નવો ભાવ 90ને પાર

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ આવી પડ્યો છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતોમાં થયેલા ઉછાળાને પગલે સરકારી ઓઈલ કંપનીઓએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. આ આંચકાની વચ્ચે જ અમદાવાદ સહિત ગુજરાતના વાહનચાલકો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે, જ્યાં અદાણી ગેસ દ્વારા પણ CNGના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

App Store

અમદાવાદમાં અદાણી CNG 90ને પાર

પેટ્રોલ અને ડીઝલના ભાવ તો ક્યારનાય 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે, પરંતુ હવે મધ્યમ વર્ગના વાહનચાલકો માટે આશીર્વાદ સમાન ગણાતો સીએનજી (CNG) ગેસ પણ મોંઘોદાટ બન્યો છે. અદાણી ગેસ દ્વારા આજે સીએનજીની કિંમતમાં 2 રૂપિયાનો વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે અમદાવાદમાં અદાણી સીએનજીનો નવો ભાવ પ્રતિકિલો 90.02 રૂપિયા પર પહોંચી ગયો છે. પેટ્રોલ-ડીઝલની જેમ હવે સીએનજી વાપરવો પણ સામાન્ય લોકોના બજેટ બહાર જઈ રહ્યો છે.

મોંઘવારી માજા મુકશે

દેશનાં તમામ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલ અને હવે સીએનજીના પણ ભાવ જે રીતે ભડકે બળી રહ્યા છે. ત્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની અને આગામી દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે. ફરી એકવાર મોંઘવારી સામાન્ય નાગરિકોને પરેશાન કરે તેવી શક્યતા છે.