Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Maha-water threat in Nepal again: Order to evacuate Nuwakot as natural lake flows along China border, rescue operations halted

VIDEO: નેપાળમાં ફરી મહા-જળપ્રલયનો ખતરો: ચીન સરહદે કુદરતી સરોવર છલકાતાં નુવાકોટ ખાલી કરવા આદેશ, રેસ્ક્યૂ કામગીરી અટકી

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેપાળમાં બે દિવસ પહેલાં આવેલા વિનાશક પૂર (Flash Flood) અને ભૂસ્ખલનની તારાજી વચ્ચે ફરી એકવાર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. નેપાળ-ચીન સરહદે ભૂસ્ખલનના કારણે બનેલું અસ્થાયી કુદરતી સરોવર (લેક) છલકાવાનું શરૂ થતાં પૂરગ્રસ્ત નુવાકોટ જિલ્લાના વહીવટીતંત્રે શુક્રવારે સ્થાનિક લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરી સલામત સ્થળે ખસી જવા આદેશ જારી કર્યો છે.

App Store

ત્રિશૂલીમાં બચાવ કામગીરી તાત્કાલિક સ્થગિત

સરહદ પર જળસ્તર વધવાના કારણે અગાઉ પૂરથી પ્રભાવિત થયેલા વિસ્તારો પર ફરી મોટું સંકટ ઊભું થયું છે. સંભવિત હોનારતને ધ્યાનમાં રાખીને ત્રિશૂલી વિસ્તારમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીને અસ્થાયી ધોરણે રોકી દેવામાં આવી છે. વહીવટી અધિકારીઓ લાઉડસ્પીકર અને વ્હિસલ વગાડીને લોકોને જોખમી ક્ષેત્રોમાંથી દૂર સુરક્ષિત સ્થાનો પર મોકલી રહ્યા છે.

નેપાળે વિદેશી સર્ચ એન્ડ રેસ્ક્યૂ મદદ લેવાનો કર્યો ઇનકાર

આ કુદરતી આપત્તિ વચ્ચે ઘણા દેશોના નાગરિકો હજુ પણ લાપતા છે અને સંબંધિત દેશોએ રાહત સહાયની ઓફર કરી છે. જોકે, નેપાળ સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ તેને વિદેશી સર્ચ એન્ડ રેસ્ક્યૂ (Search-and-Rescue) ટીમોની જરૂર નથી અને સ્થાનિક સુરક્ષા દળો જ પરિસ્થિતિને નિયંત્રિત કરવા સક્ષમ છે.

હાલ સમગ્ર કાંઠા વિસ્તારમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તંત્ર સતત જળસ્તર પર નજર રાખી રહ્યું છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News