VIDEO: નેપાળમાં જળપ્રલય વચ્ચે 315થી વધુ ભારતીયો ગાયબ! ટનલમાં ફસાયા લોકો? વિદેશ મંત્રી જયશંકરે લીધો મોટો નિર્ણય!
નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂર (Flash Flood) અને ભૂસ્ખલનના કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આપત્તિ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને નવી દિલ્હીથી ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત પરત ફરેલા 21 ભારતીય શ્રદ્ધાળુઓની મુલાકાત લીધી હતી અને સમગ્ર સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી હતી.
ડૉ. જયશંકરે ભારત તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપતાં કહ્યું, "નેપાળ સરકાર અને સેના ઉત્કૃષ્ટ કામ કરી રહી છે. ભારત તરફથી નેપાળ સરકારને જે પણ મદદ અને સહયોગની જરૂર પડશે, તે અમે પૂરી પાડી રહ્યા છીએ અને આગળ પણ તમામ ટેકો આપવા તૈયાર છીએ. ડૉ. જયશંકરે જણાવ્યું કે, કૈલાશ માનસરોવર ગયેલા ભારતીયોને પૂર બાદ નેપાળ આર્મી દ્વારા ભારે જહેમત ઉઠાવીને એરલિફ્ટ/રેસ્ક્યૂ કરી કાઠમંડુ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાંથી ભારતીય દૂતાવાસે તેમને દિલ્હી લાવવાની વ્યવસ્થા કરી હતી. પરત ફરેલા તમામ યાત્રાળુઓએ મુશ્કેલ પરિસ્થિતિમાંથી સુરક્ષિત બહાર કાઢવા બદલ નેપાળ આર્મીનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
315થી વધુ ભારતીયો સાથે સંપર્ક કરવાના પ્રયાસો તેજ
વિદેશ મંત્રીના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએથી આશરે 85 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા છે. જોકે, હજુ પણ 315થી વધુ ભારતીયો એવા છે જેમના સંપર્ક થઈ શક્યા નથી. ભારત સરકાર અને દૂતાવાસ તમામ નાગરિકો સાથે સંપર્ક સ્થાપવા સતત પ્રયાસરત છે.
ભારત તરફથી નેપાળને તાબડતોબ મોટી મદદ
એક હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે ભારત પોતાના નિષ્ણાતોની ટીમ મોકલી રહ્યું છે. પૂરના કારણે રસ્તા અને પુલ તૂટી જતાં તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવા બેઈલી બ્રિજ (Bailey Bridges) મોકલવામાં આવી રહ્યા છે, સાથે જ મેડિકલ ટીમો પણ તૈયાર રખાઈ છે. રાહત સામગ્રીથી ભરેલા બે વિમાન નેપાળ પહોંચી ચૂક્યા છે, જ્યારે ત્રીજું વિમાન આજે રવાના થશે. જો નેપાળ વિનંતી કરશે તો NDRFની ટીમો પણ તાત્કાલિક તૈનાત કરવામાં આવશે.
વિદેશ મંત્રીએ જણાવ્યું કે, નેપાળમાં રાહત અને બચાવ કામગીરી ખૂબ મોટા પાયે ચાલી રહી છે, જેનું સંચાલન નેપાળ પ્રશાસન અને નેપાળી સુરક્ષા દળો કરી રહ્યા છે. તાજેતરમાં જ ભારત પહોંચેલા ૨૧ લોકોના જૂથનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે આ તમામ લોકોને નેપાળ આર્મી દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
ડૉ. જયશંકરે ભારત તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપતાં કહ્યું, "નેપાળ સરકાર અને સેના ઉત્કૃષ્ટ કામ કરી રહી છે. ભારત તરફથી નેપાળ સરકારને જે પણ મદદ અને સહયોગની જરૂર પડશે, તે અમે પૂરી પાડી રહ્યા છીએ અને આગળ પણ તમામ ટેકો આપવા તૈયાર છીએ."
ભારત સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સરહદી વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

