Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Lessons of War Again in the Middle East; A missile attack on the runway of an Iranian plane in Yemen just as it was landing

VIDEO: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના ભણકારા; યમનમાં ઈરાની પ્લેનના લેન્ડિંગ વખતે જ રનવે પર મિસાઈલ હુમલો

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

યમનમાં ઈરાનના મુસાફરોથી ભરેલા પ્લેનની લેન્ડિંગ વખતે જ સાઉદી અરેબિયા દ્વારા રનવે પર મિસાઈલ હુમલો કરવામાં આવતા મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. યમનના હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર સના ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેને નિશાન બનાવીને હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે. આ હુમલાને કારણે એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી અને અન્ય વિમાનોની લેન્ડિંગ તાત્કાલિક રોકી દેવી પડી હતી.

App Store

રનવે પર મિસાઈલમારો અને ભારે ધુમાડો

અહેવાલો અનુસાર, ઈરાનની 'મહાન એરવેઝ'નું મુસાફરોથી ભરેલું વિમાન જ્યારે સના એરપોર્ટ પર લેન્ડ થવાનું જ હતું, ત્યારે જ સાઉદી અરેબિયાએ એરપોર્ટના ટેક-ઓફ અને લેન્ડિંગ રનવેને નિશાન બનાવી મિસાઈલ હુમલા કર્યા હતા. સ્થાનિક રહીશોએ એરપોર્ટ પર જોરદાર ધડાકા સાંભળ્યા હતા અને આકાશમાં ફાઈટર જેટ્સને ચક્કર મારતા જોયા હતા. હુમલા બાદ રનવે પરથી ધુમાડાના ગોટા ઉડતા દેખાયા હતા, જેના કારણે ઈરાની પ્લેનને બાદમાં હોદૈદા એરપોર્ટ પર ઉતારવું પડ્યું હતું.

હૂતી સંગઠનની વિનાશક બદલાની ધમકી

હૂતી બળવાખોરોના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ સાઉદી અરેબિયા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, 'એક અન્યાયી હુમલામાં સાઉદી દુશ્મને સના એરપોર્ટ પર અનેક હવાઈ હુમલા કર્યા છે. સાઉદીએ તણાવ ઓછો કરવાના પ્રયાસો ખતમ કરી દીધા છે અને તે આ આક્રમકતાના પરિણામો માટે સંપૂર્ણ જવાબદાર રહેશે. આ હુમલાનો જવાબ ચોક્કસ આપવામાં આવશે અને તેને સજા વગર છોડવામાં નહીં આવે'. બાદમાં વરિષ્ઠ હૂતી અધિકારી હજમ અલ-અસદે પણ ધમકી આપતા કહ્યું કે, 'સાઉદી સરકારને ટૂંક સમયમાં ખબર પડી જશે કે તેણે પોતાની કબર જાતે ખોદી છે'.

યમન સરકારની અલગ પ્રતિક્રિયા અને હુમલાની કબૂલાત

બીજી તરફ, યમનની સાઉદી સમર્થિત સરકારે આ હુમલાની જવાબદારી સ્વીકારતા એક અલગ જ દાવો કર્યો છે. તેમના રક્ષા મંત્રી જનરલ તાહેર અલ-અકીલીએ જણાવ્યું કે, 'આ વિમાનમાં સામાન્ય નાગરિકો નહીં પરંતુ હૂતીના લડવૈયાઓ હતા, જેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા'. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે હૂતીઓએ યમનના પોતાના રાષ્ટ્રીય વિમાનોને લેન્ડિંગની મંજૂરી ન આપી પરંતુ ઈરાની પ્લેનને ઉતારવાનો પ્રયાસ કર્યો, જે યમનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન હતું. તેમણે ચેતવણી આપી કે, 'અમારું ધૈર્ય હવે ખૂટી ગયું છે અને અમે અમારા હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરનારા શત્રુ વિમાનો સામે કડક પગલાં ભરીશું'.

લાંબા સમય પછી સાઉદી અને હૂતી વચ્ચે તણાવ

નોંધનીય છે કે યમનમાં સાઉદી સમર્થિત સરકાર અને ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો વચ્ચે કટ્ટર દુશ્મની છે. છેલ્લા કેટલાક વર્ષોથી સાઉદી અરેબિયા હૂતીઓ સાથે શાંતિ જાળવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ પહેલા હૂતીઓએ સાઉદીના તેલ ઉત્પાદન કેન્દ્રો પર મોટા હુમલા કર્યા હતા, જેના પછી બંને વચ્ચે શાંતિ હતી. પરંતુ પ્લેન પર થયેલા આ તાજા મિસાઈલ હુમલા બાદ બંને પક્ષો વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.