Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Lebanon rocked by a massive Israeli attack, 20 years of underground network crumbling in a moment

VIDEO: ઈઝરાયલના પ્રચંડ હુમલાથી હચમચી ગયું લેબેનોન, 20 વર્ષથી જમીન નીચે બનેલું નેટવર્ક પળવારમાં ખાખ

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દક્ષિણ લેબેનોનના અલી અલ-તાહેર રિજ પર ઈઝરાયલી સેના દ્વારા એક મોટી ભૂગર્ભ સુરંગને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા બાદ વિસ્તારમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. લેબેનોનની સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ગુરુવારે આ વિસ્તારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના સમગ્ર પ્રદેશમાં મોટા ધડાકા અને ધ્રુજારી અનુભવાઈ હતી. જોકે, ઈઝરાયલના આ વિસ્ફોટના કારણે જ 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો કે કેમ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝ દ્વારા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ સૈન્ય કાર્યવાહીમાં હિઝબુલ્લાહના તે વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દેવામાં આવ્યું છે, જે ઈરાની ભંડોળ અને આયોજન સાથે છેલ્લા બે દાયકામાં તૈયાર કરવામાં આવ્યું હતું.

App Store