Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Kumkum Mohode creates history by winning Gold Medal in Archery

VIDEO: આર્ચરીમાં કુમકુમ મોહોદે ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એશિયન ગેમ્સના છેલ્લા દિવસની શરૂઆત ભારતે અત્યંત શાનદાર અંદાજમાં કરી છે. ભારતની યુવા મહિલા તીરંદાજ કુમકુમ મોહોદે મહિલાઓની રિકવ ઇન્ડિવિયુઅલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ ભારતીય મહિલાએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યો હોય. આ રોમાંચક ફાઇનલ મુકાબલામાં કુમકુમએ દક્ષિણ કોરિયાની ખેલાડી ઓહ યેજિનને શૂટઓફમાં હરાવીને આ સફળતા મેળવી છે. ફાઇનલ સુધીની સફરમાં કુમકુમએ શાનદાર પ્રદર્શન કર્યું. સેમિફાઇનલમાં ચીનની ઝૂ જિંગયીને 6-2થી હરાવી, જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન અને પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ કાંગ ચેયૉંગને 6-4થી હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો.

App Store