Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : A taste of eternal culture on foreign soil: A grand carousel festival on the theme 'Peacock' was celebrated at London's Swaminarayan temple Kumkum.

VIDEO: વિદેશી ધરતી પર સનાતન સંસ્કૃતિની મહેક: લંડનના સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે 'મોર' થીમ પર ભવ્ય હિંડોળા ઉત્સવ ઉજવાયો

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હાલ મંદિરોમાં હિંડોળા ઉત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે વિદેશોમાં પણ ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો રંગ જોવા મળી રહ્યો છે. લંડન સ્થિત સ્વામિનારાયણ મંદિર-કુમકુમ ખાતે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની અદ્ભુત થીમ પર દિવ્ય હિંડોળો તૈયાર કરવામાં આવ્યો હતો. વૈશ્વિક મહાનગર લંડનમાં સજાવવામાં આવેલા આ હિંડોળાના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો હતો. પૂજ્ય સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે વિદેશમાં વસતી નવી પેઢી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય પ્રતીકો સાથે જોડાય તે હેતુથી મંદિરમાં વિવિધ તહેવારો ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મોરની થીમ આધારિત આ હિંડોળો ભારતીય ગૌરવ અને સંસ્કૃતિનું સુંદર પ્રતિક બન્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News