VIDEO: H-1B વિઝા મુદ્દે જેડી વેન્સનું મોટું નિવેદન
સોર્સ : gstv
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે H-1B વિઝા પ્રોગ્રામને લઈને મોટું નિવેદન આપ્યું છે. વેન્સે આ પ્રોગ્રામને સંપૂર્ણપણે ભાંગી પડેલો ગણાવી તેને નાબૂદ કરવાની તરફેણ કરી છે. તેમનો આરોપ છે કે કેટલીક અમેરિકન કંપનીઓ સ્થાનિક કર્મચારીઓની જગ્યાએ સસ્તા વિદેશી શ્રમિકોને નોકરી આપી રહી છે. વેન્સે કહ્યું કે હાઈ સ્કિલ્ડ વિદેશી પ્રોફેશનલ્સને લાવવા અને માત્ર શ્રમ ખર્ચ ઘટાડવા માટે વિઝાનો ઉપયોગ કરવા વચ્ચે મોટો તફાવત છે. તેમણે ટેક્નોલોજી કંપનીઓ ઉપરાંત એકાઉન્ટિંગ ફર્મો દ્વારા પણ H-1B સિસ્ટમના કથિત દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો છે.

