Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran's Foreign Minister challenges Trump administration

'અમે યુદ્ધ માટે તૈયાર છીએ', ઈરાનના વિદેશ મંત્રીએ ટ્રમ્પ વહીવટને ફેંક્યો પડકાર

Timeછેલ્લું અપડેટ : 13 Jan 2026
લાઇવ ટીવીGoogle News
'અમે યુદ્ધ માટે તૈયાર છીએ', ઈરાનના વિદેશ મંત્રીએ ટ્રમ્પ વહીવટને ફેંક્યો પડકાર
સોર્સ : google

ઈરાને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે, તે તેના દુશ્મનોથી સારી રીતે વાકેફ છે. ભારતમાં ઈરાની દૂતાવાસે જણાવ્યું હતું કે, દેશમાં સરકાર સમર્થક પ્રદર્શનોએ વિદેશી શસ્ત્રુઓની યોજનાને વિફળ બનાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટ કરીને કહ્યું કે, મહાન ઈરાની રાષ્ટ્રે તેની ઓળખ, તેના શત્રુઓની સામે પોતાની ઓળખ, પોતાનો સંકલ્પ અને પોતાની અસલિયત બતાવી દીધી છે. આ અમેરિકન રાજકારણીઓને ચેતવણી છે કે, તેઓ પોતાનું છળકપટ બંધ કરે અને વિશ્વાસઘાતી ભાડુતી હત્યારાઓ પર ભરોસો ના કરે. ઈરાની રાષ્ટ્ર મજબૂત અને શક્તિશાળી છે, તે પોતાના શત્રુઓને સારી રીતે ઓળખે છે. હંમેશા મેદાનમાં હાજર રહે છે.  ભગવાન તમારા બધા ઉપર કૃપા વરસાવી રાખે.

App Store

ઈરાનમાં વિરોધ પ્રદર્શનો હિંસક ઉથલપાથલમાં પરિણમ્યા

ડિસેમ્બર 2025 ના અંતમાં ઈરાનમાં શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો હવે હિંસક બળવામાં પરિણમ્યા છે. સરકારી નીતિઓના વિરોધ તરીકે શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનો હવે ઈસ્લામિક રિપબ્લિક અને સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈ સામે ખુલ્લા બળવામાં પરિણમ્યા છે. ઈરાનમાં વિરોધીઓ "સરમુખત્યારને મારી નાખો," "ખામેનેઈને દૂર કરો" ના નારા લગાવતા અને દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીને પરત લાવવાની માંગ કરતા રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.