Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iranian attack on US military bases in Kuwait and Bahrain

VIDEO : કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ પર ઈરાની હુમલો

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

ઈરાન અને અમેરિકા વચ્ચે વણસતા જતા સૈન્ય સંઘર્ષને કારણે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધનો ગંભીર માહોલ સર્જાયો છે, જેના લીધે સ્વિટ્ઝરલેન્ડમાં થયેલો સીઝફાયર કરાર માત્ર કાગળ પર સીમિત રહી ગયો છે. અમેરિકાએ ઈરાનના ૧૦ ઠેકાણાઓ પર હુમલા કર્યા બાદ, વળતા પ્રહારમાં ઈરાનની આઈએઆરજીસી સેનાએ કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્યના ૮ અગ્રણી બેઝ પર મિસાઈલ અને ડ્રોન દ્વારા ભયાનક હુમલા કર્યા છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઇસ્લામાબાદ એમઓયૂના આધારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તેમનું નિયંત્રણ છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા જહાજો સામે વધુ કડક પગલાં લેવાશે. બીજી તરફ, અમેરિકાએ દાવો કર્યો છે કે આ હુમલામાં તેમને કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને તેમણે શાંતિની તક આપી હોવા છતાં ઈરાને ક્રૂડ ઓઈલ લઈ જતા જહાજ એમટી કિકુ પર હુમલો કર્યો હતો. આ ઘટનાના જવાબમાં અમેરિકી વાયુસેનાએ ફરી સક્રિય થઈને ઈરાનના એર ડિફેન્સ, ડ્રોન સ્ટોરેજ અને કોમ્યુનિકેશન સિસ્ટમ સહિતના સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એરસ્ટ્રાઈક દ્વારા નિશાન બનાવ્યું છે..

App Store
ટોપિક્સ:gstvgstv newsiran us war