Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran shaken by US attack: Ports and railway bridges blown up, Trump warns of

VIDEO: ખમેનીનો જનાજો પહોંચે તે પહેલાં મશહદના બે પુલ અમેરિકાએ ઉડાવ્યા, IRGCનો દાવો, ટ્રમ્પે આપી વધુ ગંભીર પરિણામોની ચીમકી

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

USA vs Iran war Updates : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેની શાંતિ સમજૂતી સમાપ્ત કરવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ અમેરિકન સેનાએ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી વિધ્વંસક સૈન્ય હુમલો શરૂ કરી દીધો છે. અમેરિકાના આ ભીષણ હવાઈ હુમલાઓથી ઈરાનના અનેક શહેરો ધણધણી ઉઠ્યા છે અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઈરાની ન્યૂઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અત્યાર સુધીમાં બે સ્થાનિક માછીમારોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે.

App Store

ચાવીરૂપ બંદરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બોમ્બમારો

અમેરિકન સેનાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ચાબહાર, બંદર અબ્બાસ, સીરિક અને જાસ્ક સહિતના દરિયાકાંઠાના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ચાબહાર અને કોનાર્ક નજીક શ્રેણીબદ્ધ ધડાકા સંભળાયા હતા, જેના કારણે ચાબહારના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ ઉપરાંત, અક્કાલા વિસ્તારમાં અમેરિકાએ એક મહત્વનો રેલવે બ્રિજ પણ બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દીધો છે. અબુ મૂસા ટાપુ પર ૧૦ જેટલા અને બંદર અબ્બાસમાં ૮ ધડાકા નોંધાયા છે. ચાબહારના શાહિદ બેહેશ્તી પોર્ટ, કલંતરી પોર્ટ અને મેરીટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવરને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

અમેરિકાએ મશહદ તરફ જતા બે પુલોનો નાશ કર્યો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે અમેરિકાએ તેના તાજેતરના હુમલાઓમાં પૂર્વી ઈરાનમાં મશહદ તરફ જતા બે મુખ્ય પુલોને નિશાન બનાવીને નાશ કર્યો છે. IRGC નો આરોપ છે કે આ હુમલાઓ સ્વર્ગસ્થ સુપ્રીમ લીડરના અંતિમ સંસ્કાર સમારોહમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ હતો.

IRGC એ જણાવ્યું હતું કે "અમેરિકા દ્વારા આ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે નહીં." IRGC એ દાવો કર્યો હતો કે બદલો લેવાના પ્રથમ તબક્કામાં, તેની નૌકાદળ અને એરોસ્પેસ ફોર્સે કુવૈત અને બહેરીનમાં યુએસ લશ્કરી થાણાઓ પર સંયુક્ત મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે શેર કરી તસવીરો

હુમલા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ચાબહારમાં લાગેલી ભીષણ આગની તસવીરો શેર કરી છે. ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપતા લખ્યું કે, "આ હુમલો ગઈકાલે ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જહાજો પર કરવામાં આવેલા હુમલાનો જડબાતોડ જવાબ છે. જો ઈરાન આવી હરકતો ફરી કરશે, તો આનાથી પણ વધુ ગંભીર પરિણામો ભોગવવા પડશે."

ટ્રમ્પે શેર કરેલી તસવીરોને ઈરાને ફેક ગણાવી 

ડોનાલ્ડ ટ્રમ્પે જે તસવીર શેર કરીને ઇરાન પર હુમલા કરવાનો દાવો કર્યો છે તે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલેલા 12 દિવસના યુદ્ધનો જૂનો ફોટો છે. જેમાં સહારાન ઓઈલ ડેપો પર હુમલો થતો બતાવાયો છે. 

સેન્ટકોમ (CENTCOM) અને નાટોનું સમર્થન

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) આ સૈન્ય કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ કરી છે. સેન્ટકોમે જણાવ્યું કે પ્રમુખના આદેશ પર હોર્મુઝ જળમાર્ગમાં વૈશ્વિક પરિવહનની સુરક્ષા અને ઈરાનની હુમલો કરવાની ક્ષમતાને નબળી પાડવા માટે આ એક્શન લેવાયું છે. બીજી તરફ, તુર્કીમાં ચાલી રહેલી નાટો (NATO) સમિટ દરમિયાન પણ અમેરિકાના આ સૈન્ય પગલાને નાટો દેશોનું સમર્થન મળ્યું છે. હાલ ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગયું છે અને સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી છે.