VIDEO: 7 દિવસમાં હોર્મુઝ ખોલવા ઈરાન તૈયાર, ટ્રમ્પ સામે મૂકી કડક શરત
સોર્સ : gstv
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સાત દિવસમાં ફરી ખોલવાની તૈયારી દર્શાવી છે. જાપાનની ક્યોડો ન્યૂઝે એક વરિષ્ઠ ઈરાની અધિકારીને ટાંકીને આ અહેવાલ આપ્યો છે. અહેવાલ મુજબ, ઈરાનની શરત છે કે અમેરિકા લશ્કરી દબાણ ઘટાડવા અને ઈરાની બંદરો પરની નાકાબંધી હળવી કરવા માટે પ્રારંભિક પગલાં ભરે. ઈરાને આ પ્રસ્તાવ મધ્યસ્થી મારફતે અમેરિકાને પહોંચાડ્યો હોવાનું જણાવાયું છે. સાથે જ બંને દેશો વચ્ચે વાટાઘાટો ફરી શરૂ કરીને લાંબા ગાળે સંઘર્ષનો અંત લાવવાની વાત કરવામાં આવી છે. જોકે, પ્રસ્તાવ પર અમેરિકાનો સત્તાવાર પ્રતિસાદ હજુ સ્પષ્ટ નથી

