VIDEO: રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ, આગામી ૨-૩ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ વિદાયના એંધાણ
સોર્સ : gstv
દેશમાં ચોમાસાની વિદાયનો સમય આવી પહોંચ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રામગઢ, મોહનગઢ અને ફ્લોદી જેવા વિસ્તારોમાંથી ચોમાસાએ પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. આગામી ૨ થી ૩ દિવસમાં રાજસ્થાનના વધુ ભાગો અને પંજાબના કેટલાક વિસ્તારોમાંથી પણ મેઘરાજા વિધિવત વિદાય લેશે.આ સિવાય ગુજરાત માટે પણ હવામાન વિભાગે મહત્વના સંકેત આપ્યા છે. આવનારા ૨ થી ૩ દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસુ વિદાય લેવા માટેની પરિસ્થિતિઓ સાનુકૂળ બની રહી છે. ચોમાસાની વિદાયની શરૂઆત થતાં જ હવે દેશમાં ધીમે ધીમે ગુલાબી ઠંડી અને શિયાળાની શરૂઆત થશે

