VIDEO: અંકલેશ્વર જીઆઈડીસીમાં કૃત્રિમ જળકુંડમાં ૫ દિવસમાં ૧ હજાર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું
સોર્સ : gstv
ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્ર દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન શરૂ થયુ છે...ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ નજીક બનાવવામાં આવેલા બે કૃત્રિમ જળકુંડમાં છેલ્લા ૫ દિવસ દરમિયાન અંદાજે ૧ હજાર જેટલી ગણેશ પ્રતિમાઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું છે. વિસર્જન પ્રક્રિયા દરમિયાન ભક્તોની સુવિધા અને સલામતી માટે પોલીસ તેમજ ફાયર વિભાગનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. હવે ગણેશોત્સવના ૧૦મા દિવસે મોટી સંખ્યામાં થનારા વિસર્જનને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સુરક્ષા અને સુચારૂ વ્યવસ્થા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

