VIDEO: અંકલેશ્વરમાં પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ, ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
સોર્સ : gstv
ભરૂચના અંકલેશ્વરના પંચાતી બજાર ખાતે આવેલા શાંતિનાથ જૈન દેરાસર ખાતે પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયુ... આ પાવન અવસરે જૈન દેરાસરને ભવ્ય રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે વાજતે-ગાજતે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા પંચાતી બજાર સ્થિત જૈન દેરાસરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શોભાયાત્રામાં જૈન સમાજના દિલીપભાઈ ચોક્સી, જનક શાહ, કમલેશ શાહ, રાકેશ ચોક્સી સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ, બહેનો અને અગ્રણીઓ જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

