VIDEO: અંકલેશ્વરમાં નર્મદા કિનારેથી નવજાત બાળકીનો મૃતદેહ મળતાં ભારે ચકચાર
સોર્સ : gstv
ભરૂચનાઅંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારેથી એક માસૂમ નવજાત બાળકીનો બિનવારસી મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. નદી કિનારે માછીમારી કરી રહેલા સ્થાનિક માછીમારોની નજર મૃતદેહ પર પડતાં તેમણે તુરંત પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે મૃતદેહનો કબ્જો મેળવી પોલીસને સોંપ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.માસૂમ બાળકીને આ રીતે બિનવારસી હાલતમાં ફેંકી જનાર કનિષ્ઠ વ્યક્તિ સામે લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

