VIDEO: અંકલેશ્વરમાં સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા
સોર્સ : gstv
અંકલેશ્વરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી વિજય મનુ પરમારને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 19 એપ્રિલ 2024ના રોજ આરોપીએ સગીરાને મકાનના ધાબા પર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. કેસમાં સરકારી વકીલે 47 દસ્તાવેજી અને 13 મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને ₹50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ભરે તો પાંચ માસની સાદી કેદ તથા સગીરાને ₹4 લાખ ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.

