Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran drone attack on Dubai International Airport

VIDEO : દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, અબુધાબીને કર્યું ટાર્ગેટ; તમામ ઉડાનો રદ

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : ani

શનિવારે યુએઈમાં ઈરાન દ્વારા ડ્રોન એટેકમાં દુબઈ અને અબુ ધાબીને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું.સ્થાનિક રીઓએ અહેવાલ આપ્યો કે, દુબઈના એરપોર્ટ પર એક ડ્રોન વિસ્ફોટ થયો. જોકે તેની અસર મર્યાદિત હતી. તેમણે એ પણ અહેવાલ આપ્યો કે, એક તોડી પડાયેલી મિસાઈલના કાટમાળે પણ એરપોર્ટને નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલા બાદ દુબઈનું હવાઈ ક્ષેત્ર ફરીથી બંધ કરી દેવામાં આવ્યું છે. એક દિવસ અગાઉ જ દુબઈ અને કતારના રહેવાસીઓને તેમના ફોન પર મિસાઈલ ધમકીની ચેતવણીઓ મળી હતી. જોકે કતારે પુનરોચ્ચાર કર્યો હતો કે સુરક્ષા ખતરો ટળી ગયો છે.

App Store

ફ્લાઇટ-ટ્રેકિંગ પ્લેટફોર્મ અનુસાર સંભવિત ઈરાની ડ્રોન હુમલાના અહેવાલો વચ્ચે ઘણા વિમાનો દુબઈમાં તેમના લેન્ડિંગ માટે ચક્કર લગાવી રહ્યા હતા અથવા વિલંબ કરી રહ્યા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચેની લડાઈના બીજા અઠવાડિયામાં પણ હુમલાઓ ચાલુ રહેતા સમગ્ર વિસ્તારમાં સિક્યોરિટીની ચિંતામાં વધારો થયો છે.