Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Indian owner ordered to leave country after 30 years of hard work Japan,

જાપાનમાં 30 વર્ષ મહેનત કર્યા બાદ ભારતીય રેસ્ટોરન્ટ માલિકને દેશ છોડવાનો આદેશ, જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
જાપાનમાં 30 વર્ષ મહેનત કર્યા બાદ ભારતીય રેસ્ટોરન્ટ માલિકને દેશ છોડવાનો આદેશ, જાણો શું છે કારણ
સોર્સ : GSTV

Manish Kumar નામના ભારતીય રેસ્ટોરન્ટ માલિકની કહાની હાલમાં જાપાનમાં ચર્ચાનો વિષય બની છે. લગભગ 30 વર્ષથી જાપાનમાં વસવાટ કરતા મનીષ કુમારને હવે દેશ છોડીને ભારત પરત જવા કહેવામાં આવ્યું છે, જેના કારણે તેઓ જાહેર કાર્યક્રમ દરમિયાન ભાવુક થઈ પડ્યા હતા.

App Store

18 વર્ષથી ચલાવતા હતા રેસ્ટોરન્ટ

મનીષ કુમાર જાપાનના Saitama Prefecture વિસ્તારમાં છેલ્લા 18 વર્ષથી ભારતીય રેસ્ટોરન્ટ (Indian Restaurant) ચલાવી રહ્યા હતા. પરંતુ જાપાનની કડક બનેલી નવી ઇમિગ્રેશન નીતિ (Immigration Rules) હેઠળ તેમના બિઝનેસ મેનેજર વિઝા (Business Manager Visa)ના રિન્યુઅલને નકારી દેવામાં આવ્યું.

13 મેના રોજ યોજાયેલા એક કાર્યક્રમમાં ભાષણ આપતા તેઓ ભાવુક થઈ ગયા અને કહ્યું, “મારા બાળકો માત્ર જાપાનીઝ ભાષા જ બોલી શકે છે, તેમના બધા મિત્રો પણ અહીંના છે, અને હવે અમને ભારત પરત જવા કહેવામાં આવી રહ્યું છે.”

“મેં કંઈ ખોટું કર્યું નથી”

આંખોમાં આંસુ સાથે મનીષ કુમારે જણાવ્યું કે તેમણે વર્ષો સુધી ભારે મહેનત કરીને જાપાનમાં પોતાનું જીવન બનાવ્યું છે.

તેમણે કહ્યું, “સ્થાનિક લોકો, ગ્રાહકો અને સાથી રસોઇયાઓના સપોર્ટથી હું અહીં સુધી પહોંચ્યો છું. મેં કંઈ ખોટું કર્યું નથી. અચાનક નિયમો બદલાઈ જાય અને પછી અમને પાછા જવા કહેવામાં આવે, તે માનવતાવાદી (Humane) નથી.”

બાળકો માટે વધી ચિંતા

મનીષ કુમારે જણાવ્યું કે તેમના બાળકોનો જન્મ જાપાનમાં થયો છે અને તેઓ હવે હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓને ભારત વિશે બહુ ઓછું જાણે છે કારણ કે તેમનું આખું જીવન જાપાનમાં જ પસાર થયું છે.

તેમણે કહ્યું કે “અમારા માટે હવે ભારત પરત જવું ખૂબ મુશ્કેલ છે.”

જાપાને કડક કર્યા વિઝા નિયમો

જાપાન સરકારે ગયા વર્ષના અંતમાં બિઝનેસ મેનેજર વિઝા માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો હતો.

નવી નીતિ મુજબ હવે અરજદારે ઓછામાં ઓછું 30 મિલિયન યેન (અંદાજે 1.9 લાખ ડોલર)નું મૂડીરોકાણ (Capital Requirement) બતાવવું જરૂરી બન્યું છે. અગાઉ આ મર્યાદા માત્ર 5 મિલિયન યેન હતી.

તે ઉપરાંત અરજદારો માટે જાપાનીઝ ભાષા પ્રોફિશિયન્સી (Japanese Language Proficiency) પણ ફરજિયાત જેવી બની ગઈ છે.

વિઝા અરજીઓમાં ભારે ઘટાડો

મીડિયા રિપોર્ટ્સ મુજબ નવા નિયમો લાગુ થયા બાદ બિઝનેસ મેનેજર વિઝા માટેની અરજીઓમાં લગભગ 96 ટકા ઘટાડો નોંધાયો છે.

આ મુદ્દે Change.org પર શરૂ કરાયેલી એક ઓનલાઇન પિટિશન (Online Petition)ને અત્યાર સુધીમાં લગભગ 60 હજાર લોકોનું સમર્થન મળ્યું છે.

સોશિયલ મીડિયા પર ઉઠી ચર્ચા

મનીષ કુમારના ભાવુક ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. ઘણા લોકો જાપાનની ઇમિગ્રેશન પોલિસી (Immigration Policy) પર સવાલ ઉઠાવી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે વર્ષો સુધી દેશમાં રહીને સમાજનો ભાગ બનેલા લોકો માટે અચાનક નિયમો બદલાતા તેમની જિંદગી પર ગંભીર અસર પડી શકે છે.