VIDEO: જાપાનના કાન્તો પ્રાંતનો જ્વાળામુખી ફાટ્યો, આખું શહેર રાખની ઝપેટમાં
સોર્સ : gstv
જાપાનના કાન્તો પ્રાંતમાં આવેલા કાન્તો શહેરમાં જ્વાળામુખી ફાટ્યો. જાપાનના સૌથી સક્રિય જ્વાળામુખી સકુરાજીમાં પ્રચંડ વિસ્ફોટ થતાં આખું શહેર રાખની ઝપેટમાં આવી ગયું છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, ગણતરીની મિનિટોમાં આકાશમાં આશરે 11 હજાર 500 ફૂટ સુધી રાખનો ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ શહેરમાં ભારે માત્રામાં રાખ પડવાનું શરૂ થયું હતું. રસ્તાઓ, વાહનો અને મકાનો પર રાખની એટલી જાડી પરત જામી ગઈ છે કે જાણે શહેરમાં રાખોડી રંગનો બરફ પડ્યો હોય તેવું દ્રશ્ય ખડું થયું હતું. હવામાં ફેલાયેલી આ સૂક્ષ્મ રાખને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગળામાં ખરાબી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

