VIDEO: "જો કોઈ દેશ ઈરાનને પ્રતિબંધોથી બચાવે છે..." - મોદી-પેઝેશ્કિયનની બેઠક પર રુબિયોનું મોટુ નિવેદન
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચાલુ છે, બંને દેશો વચ્ચે વેપાર ચાલુ છે. આ વચ્ચે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એવા દેશોને ચેતવણી આપી છે જે હાલમાં ઈરાન સાથે વેપાર કરી રહ્યા છે અથવા તેમ કરવાની યોજના બનાવી રહ્યા છે.
માર્કો રૂબિયોએ પ્રતિબંધની આપી ધમકી
રુબિયોએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈ પણ દેશ સામેલ હોય,જે ઈરાન સાથે વેપાર ચાલુ રાખશે તો પ્રતિબંધો લાદવામાં અચકાશે નહીં.હકીકતમાં, માર્કો રુબિયોને કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી બેઠકો વિશે પૂછવામાં આવ્યું હતું. પ્રશ્ન એ હતો: "પીએમ મોદી રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન અને ઈરાની અધિકારીઓ સાથે મળ્યા. એવું લાગતું હતું કે તેઓ કોઈ પ્રકારનો વેપાર સોદો કરવાની તૈયારી કરી રહ્યા હતા. પાકિસ્તાને પણ બે અઠવાડિયા પહેલા આવું જ કર્યું હતું. તે દેશોને તમારો શું સંદેશ છે?
આ પ્રશ્નના જવાબમાં, વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ કહ્યું, "હું માનતો નથી કે ભારત અને ઈરાન વચ્ચે કોઈ વેપાર કરાર છે. સ્વાભાવિક રીતે, દરેક દેશ પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ બનાવે છે. વિશ્વભરના ઘણા દેશો ઈરાની શાસન સાથે સંકળાયેલા છે; અમે પણ ઈરાની શાસનમાં ચોક્કસ વ્યક્તિઓ સાથે બેઠકો યોજી છે અને સંપર્ક જાળવી રાખ્યો છે."

